મારી મોત પર નફલ નમાઝ પઢી દુઆ કરતા રહેજો.

ઉબાદા બિન સામિત રદીયલ્લાહુ અન્હુનો મોતનો વખત ચાલી રહ્યો હતો. તેઓ કહેવા લાગ્યા.મારી ખાટલીને આંગણામાં લ‌ઈ જાવ. ફરી કહ્યું મારા ઘરવાળા અને પડોશીઓને બોલાવો.બધા ભેગા થ‌ઈ ગયા તો કહેવા લાગ્યા. લાગે છે આજે મારો દૂનિયાનો છેલ્લો અને આખિરતનો પહેલો દિવસ છે. કદાચ મારી જબાન અથવા મારા હાથથી કોઈને તકલીફ પહોંચી હશે કયામત ના દિવસે તેનો બદલો લેવામાં આવશે. હું તમને કસમ ખાઈને કહું છું કે જેના દિલમાં જરા પણ આવી વાત હોય તો મારી રૂહ નીકળતા પહેલાં પહેલાં મારાથી બદલો લ‌ઈલો. બાળકોએ કહ્યું કે તમે અમારા બાપ છો અને પડોશીઓએ કહ્યું તમે અમારા દોસ્ત છો. તો પછી હવે બદલાની ભાવના કેવી? તો કહેવા લાગ્યા કે તો શું તમે મને માફ કરી આપ્યો? હાજરજનોએ કહ્યું કે‌ હા . પછી તેમણે બન્નેવ હાથ ફેલાવીને કહ્યું કે હે‌ અલ્લાહ! તું ગવાહ રહેજે. પછી કહ્યું કે મારી આ વસીયત યાદ રાખજો.મને ખોટું લાગશે કે મારી મોત પછી કોઈ મારા પર રડે. જ્યારે મારી રૂહ નીકળી જાય પછી તમારામાંથી દરેક માણસ સારી રીતે વુઝુ કરી મસ્જીદમાં જ‌ઈ બે રકાત નમાઝ અદા કરી મારા અને પોતાના માટે દુઆ કરે. કારણ કે અલ્લાહ ત‌આલા ફરમાવે છે કે તમે નમાઝ અને સબર વડે અલ્લાહથી મદદ માંગો. અને બેશક આ કામ ઘણું અઘરું છે પરંતું જેઓ આજીજી કરવા વાળા છે તેમના માટે આ અઘરું નથી.

Advertisements